✓ શહેર ના ગોદી રોડ તરફ જતા ઓવર બ્રીજ નજીક રસ્તા પર આવેલ દુકાનો ના માલિકો દ્વારા પોતાની દુકાનો ની આગળ પાર્કિંગ ની જગ્યાએ ગેરકાયદે ઓટલાઓ તેમજ પ્લાસ્ટર કરાવ્યા હતા , જેને પગલે આ વિસ્તાર માં વારંવાર ટ્રાફિક ની સમસ્યાઓ ઊભી થતી હતી.

✓ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા દાહોદ પ્રાંત અધિકારી સહિત સંલગ્ન તંત્રને લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી હતી , જેને પગલે દાહોદ નગરપાલિકા અધિકારી ની ટીમે પોલીસ ને સાથે જઈ ઓવરબ્રીજ ની સાઈડ માં આવેલ ફુડ કોર્ટની દુકાનો તરફ જેસીબી મશીન સાથે ધામા નાંખ્યા અને ફુડ કોર્ટ આગળ પાર્કિંગવાળી જગ્યાએ ગેરકાયદે કરી નાખવામાં આવેલ ઓટલાઓ ને જેસીબી ની મદદથી આવા ગેરકાયદે દબાણો ને તોડી પાડ્યા હતા.

✓ સાથે જ દુકાનો ની આગળ કરવામાં આવેલ ગેરકાયદે ઝુકાટો ને પણ દુર કરવામાં આવ્યા , વધુ માહિતી અનુસાર , આ અગાઉ તંત્ર દ્વારા દુકાન માલિકો ને ગેરકાયદે દબાણો ને તોડી પાડવા માટે વખતો વખત નોટીસો પણ આપવામાં આવી હતી , પરંતુ દુકાનદારો દ્વારા નોટીસ ની અવગણતા કરતાં વહીવટી તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા , આ વિસ્તાર માં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવતાં શહેર ના અન્ય વિસ્તાર ના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો અને અન્ય વેપારીઓ દ્વારા પોતાની જાતે પોતાની દુકાન ની આગળ કરી નાંખવામાં આવે ગેરકાયદે દબાણો દુર કરવાની પેરવીઓમાં લાગી ગયા.