દાહોદના ગોવિંદનગર વિસ્તાર નજીક મંડાવરોડ પર સ્થિત અક્ષર રેસીડેન્સીમાં રાત્રીના સમયે A અને B વીંગમાં તસ્કરો તરખાટ 4 થી 5 ફ્લેટના તાળા તસ્કરોએ તોડ્યા ત્યારે એક ફલેટમા તસ્કરોને કામયાબી મળી ડોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સહિત રોકડ રકમ લઈ ફરાર પોલીસ તપાસમાં જોતરાઈ
દાહોદ શહેરમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિ દિન વઘી રહી છે રાત્રી દરમિયાન તસ્કરો ઘરોમાં ઘૂસી ચોરીની ગઢનાઓને અંજામ આપતાં હોય છે ત્યારે વધુ એક ચોરીની ઘટના દાહોદમાં બનવા પામી છે જેમાં દાહોદના ગોવિંદનગર વિસ્તાર નજીક મંડાવરોડ ખાતે આવેલ અક્ષર રેસીડેન્સીમાં ચોરીની ઘટના બનવા પામી છે જેમાં સવારના 4 થી 5 વાગ્યાના સમય ગાળા દરમિયાન ચાર થી પાંચ જેટલા તસ્કરોની ગેંગ બિલ્ડીંગમાં પ્રવેશતાં CCTV કેમેરામાં કેદ થઈ છે જેમા તાં.9.4.2023 રવિવારના રોજ સવારના ચાર થી પાંચ વાગ્યાંના સમય ગાળા દરમિયાન ચાર થી પાંચ ઘરોના તાળા તૂટવાનું જાણવા મળે છે જેમાં એક ફ્લેટનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કરી ઘરનો સર સામાન વેર વિખેર કરી ઘરમાં મુકેલ સોના ચાદીના દાગીના સહિત રોડક રકમ મળી કુલ મુદ્દામાલ દોઢ થી બે લાખનો ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા વહેલી સવારે ચોરી થવાનું આસપાસના લોકો દ્વારા ફ્લેટના માલિકોને થતા માલિકો દોડી આવી હતા ને ચોરી થવાની જાણ દાહોદ પોલીસને કરાતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતાં બિલ્ડીંગમાં લાગેલ CCTV કેમેરા ચેક કરતાં બિલ્ડીંગમાં લાગેલ CCTV માં ચાર થી પાંચ જેટલાં તસ્કરો બિલ્ડીંગમાં પ્રવેશતાં નજરે પડ્યા છે જેમાં ફ્લેટ માલિકની ફરિયાદ લઈ CCTV કેમેરાના આધાર અજાણ્યા તસ્કરોને શોધખોડનો ચક્રો ગતીમાણ કરવામાં આવ્યા