દાહોદ, તા. ૧૮ : દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમનું આજે સવારે આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આ યોગ શિબિર યોજાઇ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એએસપી શ્રી જગદીશ બાંગરવા તેમજ સામાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આ શિબિરમાં જોડાયા હતા અને પ્રોટોકોલ મુજબ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા.