આજ તા. ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી રુપે તમાકુ નિયંત્રણ સેલ જિલ્લા પંચાયત દાહોદ, તાલુકા આરોગ્ય કચેરી દાહોદ અને બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દાહોદ ના સંયુક્ત ઉપક્રમે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલ ખાતે ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો.૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.શિલ્પા યાદવ, એપડેમિક મેડીકલ ઓફિસર શ્રી ડૉ.નયન જોષી,જિલ્લા રક્તપિત અઘિકારીશ્રીડૉ.આર.ડી.પહાડીયા,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.ભગીરથ બામણીયા, તેમજ પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ના કપિલાબેન(દીદી), ગાયત્રી પરિવાર ના યોગેશભાઈ ની ઉપસ્થિતિમાં જ્યોત સળગાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.જેમા વિવિધ મહાનુભાવો દ્વારા વકતવ્ય દ્વારા વ્યસન મુક્તિ અંગે સંદેશો આપવામાં આવ્યો.તેમજ જાહેરમા હવે પછી કયારેય વ્યસન ન કરવા પ્રતિજ્ઞા લેવામા આવી. આ વખતે વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ “અમને ખોરાક ની જરૂર છે તમાકુની નહી”
આમ કાર્યક્રમને સફળ બનાવવા તમામ અધિકારી શ્રી કર્મચારીઓ અને સંસ્થાનો આભાર માનવામાં આવ્યો.