✓ ફતેપુરા તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર નો વ્યક્તિ રેપિડ ટેસ્ટ માં કોરોના સંક્રમિત જાહેર થયા : જેમાં મધ્યપ્રદેશ નો કોરોના સંક્રમિત છેલ્લા બે અઠવાડિયા થી ટીબીના દર્દી તરીકે સારવાર હેઠળ હતો : કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા દર્દીઓના રેપિડ ટેસ્ટ કરાતા નેગેટિવ આવ્યા.
✓ દાહોદ માં વીતેલા એક સપ્તાહ માં રેપિડ ટેસ્ટ દરમિયાન બે કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા બન્ને કોરોના સંક્રમિત દર્દીઓ હાલ દાહોદ ના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે , ઉપરોક્ત બંને કોરોના સંક્રમિત દર્દીઓમાં એક દર્દી મધ્યપ્રદેશના અલીરાજપૂર નો હોવાનું સામે આવ્યું છે ત્યારે એક દર્દી દાહોદ જિલ્લાના ફતેપુરા નો હોવાનું સામે આવ્યું હતુ.
✓ જયારે સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ માં વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંબંધિત સાવચેતી ના ભાગરૂપે તાલુકા કક્ષાએ મોકડ્રિલ પણ યોજવામાં આવી હતી , ત્યારે દાહોદ જિલ્લા માં વીતેલા દિવસો માં સીંગવડ તાલુકામાં સગમટે ત્રણ જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા , જેમાં એક આરોગ્ય કર્મી તેમજ એક નર્સિંગ કોલેજની વિધાર્થીની હોવાનું સામે આવ્યું હતુ , ત્યારે વીતેલા સપ્તાહમાં દાહોદ માં પુનઃ કોરોનાએ દસ્તક દીધી છે , જેમાં ફતેપુરા તાલુકાના મોટા નટવા માંથી એક વ્યક્તિને 20/04/2023 ના રોજ કોવિડ ના લક્ષણો દેખાતા તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો તેવીજ રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના આંબી ગામના એક વ્યક્તિને ટીબીની બીમારી હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલમાં 11મી એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો.
✓ જેના તમામ પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને ગઈકાલે તેનો રેપિડ ટેસ્ટ કરાતા તે પણ પોઝિટિવ નોંધાયો હતો જેના પગલે આ કોરોના સંક્રમિત દર્દીની સાથે ટીબીના અન્ય 10 થી 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે સાવચેતીના ભાગરૂપે તમામ દર્દીઓના રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા ઝાયડસ હોસ્પિટલ ના તમામ સ્ટાફે રાહત નો શ્વાશ લીધો.