ચાલો ….. આવો આપણા દાહોદ જિલ્લાની રોયલ નગરી વિશે ની કઈક હિસ્ટ્રી જાણીએ. દાહોદ જિલ્લાની રોયલ નગરી એટલે આપણું દેવગઢ બારીયા.
✓ દેવગઢ બારીયા આપણા ભારત દેશ ના પશ્ચિમી ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના દાહોદ જિલ્લા માં આવેલી નગરપાલિકા છે , તે ગુજરાત રાજ્ય ની પૂર્વ સરહદ પર તળેટી માં વસેલું એક નાનુ શહેર છે , તે પશ્ચિમ માં ગોધરા થી 41 કિલોમીટર, પૂર્વમાં આપણા દાહોદ થી 55 કિલોમીટર અને અમદાવાદ – ઇન્દોર હાઇવે (નેશનલ હાઇવે 59) થી 14 કિલોમીટર દક્ષિણ મા છે , દેવગઢ બારીયા પાનમ નદી ના કિનારે આવેલું છે અને તે ગુજરાત રાજ્ય ના દાહોદ જિલ્લા (અગાઉ પંચમહાલ) નો એક ભાગ છે.
✓ આ સ્થળ નું નામ દેવગઢ બારીયા એ બે શબ્દો દેવગઢ અને બારીયા પર થી ઉતરી આવ્યા હતા , દેવગઢ એ પર્વત નુ નામ છે જે શહેર ની આસપાસ છે અને બારીયા સ્થાનિક જનજાતિ નું નામ છે અને બારિયા રાજ્ય રાજપૂતાના પ્રદેશ મા હતુ અને બાદ મા બ્રિટિશ રાજ દરમિયાન તે બોમ્બે પ્રેસિડેન્સી નો ભાગ બન્યુ હતુ , બારિયા રાજ્યના બ્રિટિશરો સાથેનો જાણીતો સંબંધ 1785 માં હતો.
✓ આ શહેર ની સ્થાપના 1524 માં કરવામાં આવી હતી , ગુજરાત ના રાજા મોહમ્મદ બેઘડા એ પાવાગઢ પર વિજય મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજા વાટાઇ રાવલના બે પુત્રો આ વિસ્તાર માંથી નાસી છૂટ્યા હતા , મોટા ભાઈ ઉદયસિંહે છોટા ઉદેપુર શહેર ની સ્થાપના કરી અને નાના ભાઈ ડુંગરપુરસિંહે દેવગઢ બારીયા ની સ્થાપના કરી હતી.
✓ 1947 માં ભારત ની આઝાદી પહેલા તે રજવાડુ હતુ , બારિયા રાજ્ય ના શાસકો ની વંશાવળી નુ વિસ્તૃત વર્ણન બારિયા રજવાડા ની જગ્યા પર આપવામાં આવ્યું છે.
✓ 15 ફેબ્રુઆરી 2015ના રોજ ભૂતપૂર્વ રાજવી પરિવાર આ દેવગઢ બારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલી નગરપાલિકા છે. તે ગુજરાત રાજ્યની પૂર્વ સરહદ પર તળેટીમાં વસેલું એક નાનું શહેર છે. તે પશ્ચિમમાં ગોધરાથી 41 કિલોમીટર, પૂર્વમાં દાહોદથી 55 કિલોમીટર અને અમદાવાદ-ઇન્દોર હાઇવે (નેશનલ હાઇવે 59)થી 14 કિલોમીટર દક્ષિણમાં છે. દેવગઢ બારીયા પાનમ નદીના કિનારે આવેલું છે અને તે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લા (અગાઉ પંચમહાલ)નો એક ભાગ છે.