✓ લીમખેડામાં આ પ્રોજેક્ટની સફળતા બાદ ધાનપુર તેમજ દેવગઢ બારીયામાં પણ આટલા જ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં પ્રારંભ કરાશે , આ એક જ પ્રોજેક્ટ થકી પશુપાલકને નિ:શુલ્ક રાધણગેસ ઉપરાંત રોજગારી, આવક, આરોગ્ય સહિતના લાભો થઇ રહ્યાં છે.
✓ લીમખેડાના દાભડા ગામના મનીષાબેન પટેલ જણાવે છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમને બોયોગેસ પ્લાન્ટ લગાવી આપવામાં આવ્યો છે. આ માટે રૂ. ૫૦૦૦ નો લોકફાળો ભર્યો છે. આ બોયોગેસ પ્લાન્ટથી અમને રસોઈ માટે ગેસ મળી રહે છે. પહેલા ચૂલામા રસોઈ કરતી વખતે ધુમાડો સહિત બહુ અગવડ પડતી હતી , હવે શાંતિ થી રસોઈ થઈ જાય છે. ખેતર માટે ખાતર પણ મળી રહે છે. ઘરે સ્વચ્છતા રહે છે.
✓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ હસ્તકની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે સૌ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ યોજનામાં રૂ. ૪૬૮૯૮ ના પ્લાન્ટમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૭ હજાર ની સબસીડી આપવામાં આવી છે અને ફલેક્ષી બાયોગેસથી વર્ષો સુધી નિ:શુલ્ક રાંધણ ગેસ મળી રહે છે.
✓ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ – ૨ યોજના અંતર્ગત રાજ્યભરમાં કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુઘન ધરવતા કુંટુંબો માટે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
✓ ગોબરઘન યોજનાથી લાંબા સમય સુધી નિ:શુલ્ક કુદરતી રાંધણ ગેસ મળી રહેશે. આ કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. દર માસે બે થી ત્રણ એલ.પી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. સાથે સાથે સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખૂબ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. તેમજ જમીનની ફળદ્રપતા પણ વધારી શકાય છે. આમ ગ્રામ્ય વિસ્તારો માટે ગોબરઘન એક મહત્વની યોજના સાબિત થઇ છે.