✓ ગુજરાત રાજ્યમાં શાળાઓમાં શેક્ષણિક સત્ર પૂરું થતા વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે , ઉનાળુ વેકેશનના સમયગાળા દરમ્યાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધારવા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ વર્કશોપ ટ્રેનીંગનું આયોજન કરાયું છે.
✓ જે અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્રારા અલગ અલગ ૧૧ પ્રકારની એક્ટીવીટીમાં ૩૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તાલીમ સંસ્થામાં દરરોજના ૨ કલાક – ૦૫ દિવસ / ૨.૫ કલાક – ૪ દિવસ / ૫ કલાક – ૦૨ દિવસની એક્ટીવીટી ૧ બેચમાં ૨૦ તાલીમાર્થીઓ મુજબ તાલીમ આપવામાં આવશે , જેમાં જે તે સ્કીલની જિજ્ઞાસા/કુતૂહલ વિદ્યાર્થીઓમાં વધે અને વોકેશનલ તાલીમ બાબતે તેઓમાં અભિરુચિ વધે તે મુજબ તાલીમ આપવાનું આયોજન છે.
✓ જેમાં દાહોદ જીલ્લાના ધોરણ ૮, ધોરણ ૯, ધોરણ ૧૦ કે તેથી ઉપરના વિદ્યાર્થીઓને આ સંસ્થા ખાતેની વિના મુલ્યે ૨ દિવસની તાલીમમાં જોડાવવા માટે ઉમદા તક છે. આ અંગે વેહલા તે પેહલા ધોરણે આઈ.ટી.આઈ. દાહોદ નો સંપર્ક કરવો : તા. ૨૫/૦૫/૨૦૨૩ થી રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે.