✓ નિયામકશ્રી અન્ન નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરથી જણાવ્યા મુજબ વેપારીઓ સાથે નિયમિત જથ્થા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી , કઠોળના સ્ટોક બાબતે દાહોદ જિલ્લામાંથી કુલ 36 વેપારીઓએ પોતાનો સ્ટોક જાહેર કર્યો છે. અમુક વેપારીઓએ શૂન્ય સ્ટોક જાહેર કર્યો છે. તે બાબતે તેઓને સ્ટોક જાહેર કરવા તાકીદ કરવામાં આવી.

✓ બેઠકમાં વેપારીઓને સૂચિત કરાયા હતા કે એફએસએસએઆઈ માં નોંધાયેલ વેપારી, એપીએમસીમાં નોંધાયેલા વેપારીઓ, વેરહાઉસ માલિકી ભાડે ધરાવતી એજન્સી, જીએસટી નોંધણી ચકાસણી કરાવી પોર્ટ ખાતે નોંધાતા જથ્થા વગેરે મુજબ સ્ટોક જાહેર કરવાનો રહેશે , તમામ વેપારીઓનું વેચાણ નિયત રીતે થાય તેમ જ તમામ વેપારીઓ જીએસટી રજીસ્ટર ફરજીયાત હોવું જોઈએ તે બાબતે તાકીદ કરાઈ હતી. તેમજ દર શુક્રવારે કઠોળનો સ્ટોક નિયત પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

✓ જિલ્લા પુરવઠા અધિારી શ્રી એમ.એમ. વસાવા એ જણાવ્યું કે, જો કોઈ વેપારીએ પોતાનો સ્ટોક જાહેર નહીં કર્યો હોય તો નિયત કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સ્ટોક સીઝ કરવાની ફરજ પડશે. આ સ્ટોકની મામલતદાર શ્રી તેમજ પુરવઠા ઇન્સ્પેક્ટર દ્વારા નિયત તપાસ કરાશે ક્રોસ વેરિફિકેશન માટે ટીમોને નિયુક્ત કરી કાર્યવાહી માટે જણાવ્યું છે.