ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મે ના રોજ સવારના 7-45 એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું : નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
✓ આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા , આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે.
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45 ટકા
- સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 272
- 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા- 1084
- 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા- 157
- A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 6111
- A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 44480
- B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 86611
- B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 127652
- C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 139248
- C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
- D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
- E1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 3412
- નિયમિત પુરૂષ વિદ્યાર્થીનું પરિણામ- 59.58 ટકા
- નિયમિત મહિલા વિદ્યાર્થીનું પરિણામ- 70.62 ટકા