ધો.12 સાયન્સ નું 65.58% પરિણામ : 6.44% રિઝલ્ટ ઘટ્યુ : 83.22% સાથે મોરબી જિલ્લો પ્રથમ જ્યારે 29.44% સાથે દાહોદ જિલ્લો છેલ્લે, લીમખેડા કેન્દ્ર નું સૌથી ઓછું 22% રિઝલ્ટ

✓ ધોરણ 12 સાયન્સ નુ વર્ષ 2023 નું બોર્ડ નું પરિણામ આજે જાહેર થયું છે , બોર્ડ ના પરિણામ ની સાથે ગુજકેટ ની પરીક્ષા નું પણ પરિણામ જાહેર થશે , ગણતરી ની મિનિટો માં બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે , ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે , સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્ર નું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે , સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે.

  • ગુજરાતી માધ્યમનું 65.32%
  • અંગ્રેજી માધ્યમનું 67.18%

✓ આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ઘટ્યું પરિણામ આવતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ધાર્યા કરતા ઓછું આવ્યું છે :અમે બહુ મહેનત કરી હતી, પરંતુ પરિણામને લઈને થોડું દુખ થયું છે. આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ હાર્ડ પેપર હતુ , પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે થોડું દુખ પણ જોવા મળ્યું હતું.