વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટર દાહોદનું ડિઝીટલી લોકાર્પણ
૦૦૦
રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
૦૦૦
દાહોદ જિલ્લામાં એફ એમ સ્ટેશન અમદાવાદ આકાશવાણીનું ૧૦૦.૧ mgh ઉપર પ્રાપ્ત થશે
૦૦૦
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે આજે દાહોદ સહિત દેશમાં કુલ ૯૧ જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ. ટ્રાન્સમિટરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાહોદ નગરના પોલીસ તાલીમ ભવન ખાતે રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું હતું.

દાહોદ જિલ્લાના સર્વાગી વિકાસ માટેની પ્રતિબ્ધતા વ્યક્ત કરતા સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ૯૧ જેટલા ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ. ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું છે. જેમાં મહત્વાંકાક્ષી જિલ્લા દાહોદને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે આ સોગાદ સાંપડી છે. આપણા દાહોદ જિલ્લામાં આ એફ એમ સ્ટેશન અમદાવાદ આકાશવાણીનું ૧૦૦.૧ mgh ઉપર પ્રાપ્ત થશે. તમામ એફએમ સ્ટેશન ૧૦૦ વોટની ક્ષમતાના અને આસપાસના ૧૫ થી ૨૦ કિલોમીટર વિસ્તારમાં તેનું ખૂબ સારૂ કવરેજ પ્રાપ્ત થશે.

તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદમાં આ તો માત્ર પ્રારંભ છે. આગામી દિવસોમાં દાહોદ ખાતે જ આકાશવાણી કેન્દ્ર માટે ૧૦ કિલો વોટની ક્ષમતા સાથેનું સંપૂર્ણ સુવિધાયુક્ત રેડિયો સ્ટેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. દાહોદ ખાતે આજે શરૂ થયેલું ૧૦૦.૧ એફ એમ સવારે ૬ વાગ્યાથી લઇને નિરંતર રાત્રીના ૧૧.૨૦ સુધી વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. દાહોદનાં અંતરિયાણ વિસ્તારનો માણસ પર દેશ અને દુનિયાની તમામ માહિતીથી જાણકાર બનશે તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાથી સુપરિચિત બનશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, એએસપી શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી.પાંડોર, અગ્રણીશ્રીઓ, આકાશવાણીના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.