✓ દર વર્ષે તા. ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરવામાં આવ્યું છે. મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે આવતીકાલે જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે : મેલેરીયા એ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોના સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે , આ વખતે ડબલ્યુ એચ ઓ દવારા નક્કી કરેલ થીમ “ઝીરો મેલેરિયા પહોંચાડવાનો સમય: રોકાણ કરો, નવીન કરો, અમલ કરો”
🔴 મેલેરીયા માદા એનોફિલીસ મચ્છર થી ફેલાય છે , મેલેરીયા કેવી રીતે અટકાવી શકાય? તે વિશે વિગતે માહિતી મેળવીએ.
✓ તાવ આવે કે તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો.
✓ માણસ અને મચ્છર વચ્ચે નો સંપર્ક અટકાવવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ કરો.
✓ મચ્છર ને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો.
✓ તદઉપરાંત સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો.
✓ સંધ્યા સમયે થી જ તમારા મકાનના બારી બારણા બંધ કરો.
✓ જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપુરી કાળજી રાખો.
✓ ઘર કે ઑફિસમાં ફુલદાની, કૂલર, સિમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર 3 દિવસે બદલો.
✓ બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવાં સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી, બળેલું ઓઇલ કે કેરોસીન નાંખો. રહેણાંક ઘરો ની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દૂર કરો.
✓ તેવુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.