વુમન્સ ડેવલપમેંટ સેલ, સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ દ્વારા સંસ્થાની વિદ્યાર્થીનીઓના સેલ્ફ ડિફેન્સ માટેના કૌશલ્યના વિકાસના હેતુસર તારીખ ૨૭ માર્ચ ૨૦૨૩ થી પાંચ દિવસ માટે “માર્શલ આર્ટ ફોર સેલ્ફ ડિફેન્સ” ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.સૈયદ નિજમુદિન એમ. કાજી, ચીફ ટેક્નિકલ ડાઇરેક્ટર, WADO ઇન્ટરનેશનલ કરાટે, દાહોદ દ્વારા વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાની વિદ્યાથીનીઓએ ઉત્સાહભેર તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનુ આયોજન વુમન્સ ડેવલપમેંટ સેલના કોઓર્ડિનેટર ડૉ. પરેશા બારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું.
Home Breaking City Update સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ ખાતે માર્શલ આર્ટ ફોર સેલ્ફ ડિફેન્સ તાલીમનુ આયોજન